તેહરાન: ઈરાન (Iran) ની ઈસ્લામિક રેવોલ્યુશન ગાર્ડ કોર્પ્સ (IRGC)એ દાવો કર્યો છે કે તેણે ઈરાકમાં અમેરિકી સૈન્ય ઠેકાણાઓ પર હુમલો કરીને તેના અનેક ફાઈટર વિમાનોને નષ્ટ કર્યા છે. ઈરાનની સરકારી ન્યૂઝ એજન્સી ઈસ્લામિક રિપબ્લિક ન્યૂઝ એજન્સી (IRNA) સાથે વાત કરતા એક સૂત્રએ જણાવ્યું કે IRGC દ્વારા બેલિસ્ટિક મિસાઈલોથી ટારગેટ કર્યા બાદ ઈરાકમાં અમેરિકી સૈન્ય ઠેકાણાઓ પર ઊભેલા ફાઈટર વિમાનોમાં આગ લાગી ગઈ હતી. આ ઉપરાંત ઈરાન મીડિયા દ્વારા એવો પણ દાવો કરાયો છે કે ઈરાનના વળતા પ્રહારમાં 80 લોકોના મોત થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈરાને US સૈન્ય ઠેકાણાઓ પર કર્યો મિસાઈલોનો વરસાદ, ડોનાલ્ડ ટ્રમ્પે તાબડતોબ આપ્યું નિવેદન 


Big News: ઇરાનના અમેરિકી સૈન્ય અડ્ડાઓ પર બીજો હુમલો, ડઝનથી વધુ મિસાઇલો તાકી


અમેરિકા અને ઈરાન વચ્ચે ભારે તણાવમાં આજે ઈરાનમાં 3 મોટી ઘટના ઘટી જેમાંની એક અમેરિકાના સૈન્ય ઠેકાણાઓ પર ઈરાન દ્વારા છોડાયેલી મિસાઈલો. બીજી દુર્ઘટના ઈરાનના તેહરાન શહેરમાં ઘટી જ્યાં તેહરાન સ્થિત ઈમામી ખુમૈની આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પાસે એક પેસેન્જર વિમાન ક્રેશ થયું અને સવાર તમામના મોત થયાં. વિમાનમાં 170 લોકો સવાર હતાં. ઈરાનના રેડ ક્રિસેન્ટ તરફથી કહેવાયું કે તેહરાનથી ઉડાણ ભર્યા બાદ બુધવારે દુર્ઘટનાગ્રસ્ત થયેલા વિમાનમાં સવાર 170 લોકોના મોત નિપજ્યાં. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube